Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightનાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારત ૭.૪%ના દરે આગળ વધશે…!!!

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારત ૭.૪%ના દરે આગળ વધશે…!!!

કેન્દ્ર સરકારે જીડીપીનો ઉત્સાહજનક ડેટા જાહેર કર્યો છે, જેનાથી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં દેશની પ્રગતિમાં વધારો થવાની આશા જાગી છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતનો જીડીપી દર ૬.૫% હતો, ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા આંકડા મુજબ ૨૫-૨૬ માં જીડીપી દર ૭.૪%% પર પહોંચવાનો અંદાજ છે. આ નવો ડેટા દેશની આર્થિક પ્રવૃત્તિઓ તેજીથી આગળ વધી રહી હોવાના સંકેત છે.

મંત્રાલયના અહેવાલ અનુસાર, આ આર્થિક વિકાસ પાછળ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનું શ્રેષ્ઠ પ્રદર્શન જવાબદાર છે. મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રમાં આ વર્ષે ૭% ની વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રમાં ચાલી રહેલી જબરદસ્ત તેજીના કારણે ગ્રોસ વેલ્યુ એડેડ વૃદ્ધિ દર ૭.૩% સુધી પહોંચવાની ધારણા છે. આ બંને ક્ષેત્રો ભારતીય અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની સરખામણીમાં કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં વૃદ્ધિની ગતિ થોડી ધીમી રહેવાની શક્યતા છે. વીજળી, ગેસ, પાણી પુરવઠો અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં પણ ૩૧ માર્ચ સુધીમાં મધ્યમ વૃદ્ધિનો અંદાજ છે. બીજી તરફ, વર્તમાન ભાવો પર આધારિત નોમિનલ જીડીપી ૨૦૨૫-૨૬ દરમિયાન ૮% ના દરે વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આગામી ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટની તૈયારીમાં આ અંદાજો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકાર આ આંકડાઓને આધારે પોતાની ભાવિ આર્થિક નીતિઓ ઘડશે. ૭.૪% નો અનુમાનિત વૃદ્ધિ દર બજેટ પહેલા સરકાર અને બજાર બંને માટે ઉત્સાહજનક સમાચાર લઈને આવ્યો છે, જે સાબિત કરે છે કે ભારતીય અર્થતંત્રના પાયા મજબૂત છે.

Spread the love

Most Popular