Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightગત મહિને પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ ૩૦% વધી ૫.૬૦ અબજ ડોલર રહ્યું….!!!

ગત મહિને પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ ૩૦% વધી ૫.૬૦ અબજ ડોલર રહ્યું….!!!

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં મંદ રહ્યા બાદ દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ (પીઈ/વીસી) ઈન્વેસ્ટમેન્ટસમાં નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૩૧ ટકા વધારો થઈને તે ૫.૬૦ અબજ ડોલર  રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ઊંચા મૂલ્યાંકનને કારણે એક્ઝિટનો આંક પણ ઊંચો જોવા મળ્યો હતો.આ વધારા સાથે ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં દેશમાં પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટસનો પ્રવાહ વધી ૪૯.૩૦ અબજ ડોલર રહ્યો છે જે ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં આવેલા ૫૬.૨૦ અબજ ડોલરના પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટસની સરખામણીએ ૮૮ ટકા જેટલું છે.

ઓકટોબરની સરખામણીએ પણ ઈન્વેસ્ટમેન્ટસનો આંક ચાર ટકા વધુ રહી ૫.૪૦ અબજ ડોલર રહ્યો છે. જો કે સોદાની સંખ્યા લગભગ સમાન રહી છે. ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ  વર્તમાન વર્ષના નવેમ્બરમાં પીઈ/વીસી સોદાની સંખ્યા ૧૦૧ જેટલી લગભગ સમાન રહી છે. જો કે ઓકટોબરમાં થયેલા ૧૦૯ની સરખામણીએ સાધારણ ઓછા છે.૨૦૨૫ના સંપૂર્ણ વર્ષનો પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટનો આંક લગભગ ૨૦૨૪ જેટલો જ રહેવાની વિશ્લેષકો ધારણાં રાખી રહ્યા છે. 

વેલ્યુએશન ઊંચા જળવાઈ રહ્યા છે અને વેચાણકાર તથા રોકાણકાર વચ્ચે મૂલ્યને લઈને લાંબી ચર્ચાને કારણે જ પીઈ/વીસી સોદા જલદીથી પાર પડતા નથી, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર જોખમ રુચીમાં વધારો કરાવશે અને સોદાની સંખ્યા પણ વધવાની આશા છે. 

ગત મહિને સૌથી વધુ પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે આવ્યું છે. અન્ય ક્ષેત્રોની સરખામણીએ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ૩.૭૦ અબજ ડોલરનું રોકાણ ઘણું ઊંચું છે. માળખાકીય ક્ષેત્રમાં ૫૩ કરોડ ડોલર જ્યારે નાણાંકીય સેવા ક્ષેત્રમાં ૪૮.૪૦ કરોડ ડોલરનું પીઈ/વીસી રોકાણ જોવા મળ્યું છે. 

Spread the love

Most Popular