જીયો ફાઇનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની – જિયો લીઝિંગ સર્વિસીસ એ રાઇટ્સ ઇશ્યૂના આધારે રિલાયન્સ ઇન્ટરનેશનલ લીઝિંગ આઈએફએસસી માં રૂ.૪૬ કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ રિલાયન્સ ઇન્ટરનેશનલ લીઝિંગ આઈએફએસસી ના રૂ.૧૦ ના ૪,૬૦,૦૦,૦૦૦ ૮.૧% ક્યુમ્યુલેટિવ ઓપ્શનલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ માં સબ્સ્ક્રાઇબ કર્યું છે અને તેને ફાળવવામાં આવ્યું છે.
આ રોકાણ રિલાયન્સ ઇન્ટરનેશનલ લીઝિંગ ના વ્યવસાયિક સંચાલનને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવ્યું છે. જેએલએસએલ દ્વારા રિલાયન્સ ઇન્ટરનેશનલ લીઝિંગ માં અત્યાર સુધી કરવામાં આવેલ કુલ રોકાણ રૂ.૨૪૭.૫૫ કરોડ છે. આ રોકાણ જેએલએસએલ નો રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે અને તે બંને બાજુ છે.
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ તેના ગ્રાહકલક્ષી પેટાકંપનીઓ જેમ કે જિયો ફાઇનાન્સ ,જિયો ઇન્શ્યોરન્સ બ્રોકિંગ અને જિયો પેમેન્ટ સોલ્યુશન્સ અને સંયુક્ત સાહસ જેમ કે જિયો પેમેન્ટ્સ બેંક દ્વારા તેનો નાણાકીય સેવાઓનો વ્યવસાય ચલાવે છે.





