Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightતમાકુ-પાનમસાલા પર જીએસટી ૪૦%, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે...!!!

તમાકુ-પાનમસાલા પર જીએસટી ૪૦%, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે…!!!

પહેલી ફેબ્રુઆરીથી પાન મસાલા, ગુટકા અને તમાકુ તથા તમાકુની બનાવટો પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધીને ૪૦ ટકા કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકાર  તમાકુ, પાનમસાલા અને ગુટકા પર જીએસટીના વર્તમાન દર ઉપરાંત તેના પર વધારાની એક્સાઈઝ ડયૂટી અને હેલ્થ સેસ-આરોગ્ય ઉપકર લગાવવાનું નક્કી કરી દીધું છે. આ નવા વેરા પહેલી ફેબ્રુઆરીથી લાગી કરી દેવામાં આવશે.

નવી વ્યવસ્થા અમલમાં આવતા આરોગ્ય માટે હાનિકારક ગણાતા સિન ગુડ્સ પર લાગુ કરેલી કોમ્પેન્સેશન સેસ નાબૂદ થઈ જશે. તેને સ્થાને તમાકુ અને તમાકુની બનાવટો તથા પાનમસાલા-ગુટકા પર નવા જીએસટીના દર લાગુ પડશે. તેમ જ તમાકુ અને તમાકુની બનાવટ પર વધારાની એક્સાઈઝ લાગુ પડશે. તદુપરાંત પાન મસાલા પર હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ પણ લાગુ પડશે.

સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ પાન મસાલા, સિગારેટ અને તમાકુ અને તેના જેવા અન્ય ઉત્પાદનો પર ૪૦ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવશે. જોકે બીડી પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. નવા વેરા લાગુ પડતા સિગારેટની કિંમતમાં ૧૧ ટકાનો વધારો આવી જવાની સંભાવના છે. બીડી પરના જીએસટીના આ દર ચાલુ રહેશે, પરંતુ તેના પર નવા વેરાઓ લાગુ કરવામાં આવશે.

Spread the love

Most Popular