Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightએપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં ૧૨%નો ઘટાડો….!!!

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં ૧૨%નો ઘટાડો….!!!

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતનું કુદરતી ગેસ આયાત બિલ ૧૧.૫% ઘટીને ૯.૨ બિલિયન ડોલર થયું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ના સમાન સમયગાળામાં ૧૦.૪ બિલિયન ડોલર હતું. 

દેશે આ સમયગાળા દરમિયાન ૨૩,૧૦૨ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (mmscm) લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની આયાત કરી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ના એપ્રિલ-નવેમ્બર કરતા ૮.૮% ઘટાડો દર્શાવે છે.

નવેમ્બરમાં, આયાત બિલ ૧.૨ બિલિયન ડોલર સુધી યથાવત રહ્યું, જ્યારે આયાત કરેલ વોલ્યુમ ૪.૯% વધીને ૨,૮૪૪ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયું હતું. આઠ મહિનાના સમયગાળા દરમિયાન, દેશનો કુદરતી ગેસનો વપરાશ ૬% ઘટીને ૪૬,૨૩૯ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયો છે. આ સમયગાળા દરમિયાન આયાતી ગેસ પર દેશની નિર્ભરતા પણ ઘટીને ૫૦% થઈ ગઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૫૧.૫% હતી.

સ્થાનિક કુદરતી ગેસનું ઉત્પાદન પણ નાણાકીય વર્ષ ૨૬ના એપ્રિલ-નવેમ્બર દરમિયાન ૩.૩% ઘટીને ૨૩,૪૩૯ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયું છે. રાજ્ય માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ આ સમયગાળા દરમિયાન ૧૨,૩૫૪ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનું ઉત્પાદન કર્યું હતું, જે નાણાકીય વર્ષ ૨૫ ના સમાન સમયગાળામાં ૧૨,૫૭૮ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર હતું.

ઉત્પાદન લક્ષ્યાંકથી નીચે રહ્યું છે, જે માંગ અને સ્થાનિક પુરવઠા વચ્ચેના વધતા જતા અંતરને દર્શાવે છે. ઓઇલ ઇન્ડિયાએ એપ્રિલ-નવેમ્બર દરમિયાન ૨,૧૩૬ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન કર્યું હતું, જે ગયા વર્ષના ૨,૧૧૭ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર હતું. 

Spread the love

Most Popular