Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightઅંદાજીત ૧૯૦ કંપનીઓ IPO દ્વારા રૂ.૨.૫૦ લાખ કરોડ ઊભા કરશે...!!

અંદાજીત ૧૯૦ કંપનીઓ IPO દ્વારા રૂ.૨.૫૦ લાખ કરોડ ઊભા કરશે…!!

ભારતમાં પ્રાયમરી માર્કેટમાં ઉછાળો જળવાયો છે અને કંપનીઓ IPO મારફતે નાણા એકત્ર કરવા માટે ઉત્સુક બની છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન મેઈનબોર્ડ IPOની સંખ્યા ૧૮ વર્ષમાં પહેલીવાર ૧૦૦ની સપાટી વટાવી ચુકી છે, અને હવે ૨૦૨૬ માટે પણ ભારે ગતિવિધિ જોવા મળી રહી છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના જણાવ્યા પ્રમાણે, આગામી વર્ષ માટે અત્યાર સુધી ૮૮ કંપનીઓને IPO લાવવા મંજૂરી મળી ગઈ છે, જ્યારે વધુ ૧૦૪ કંપનીઓના પ્રસ્તાવો વિચારાધીન છે. કુલ મળીને લગભગ ૧૯૦ કંપનીઓ રૂપિયા ૨.૫૦ લાખ કરોડથી વધુ રકમ ઊભી કરવાનો લક્ષ્ય ધરાવે છે.

પ્રાયમરી માર્કેટમાં આ તેજીનો સ્પષ્ટ પુરાવો એ છે કે ૨૦૨૫માં લગભગ ૧૦૦ IPO દ્વારા રૂ.૧.૭૭ લાખ કરોડ, ૨૦૨૪માં ૯૧ IPO દ્વારા રૂ.૧.૬૦ લાખ રૂપિયા, અને ૨૦૨૩માં ૫૭ IPO મારફતે રૂ.૪૯,૫૦૦ કરોડ રૂપિયા ઊભા થયેલા છે. ૨૦૨૫માં DRHP ફાઈલિંગનો આંક પણ વધી ૨૪૫ પર પહોંચ્યો, જે ૨૦૨૪ના ૧૫૭ કરતાં નોંધપાત્ર વધારે છે. તાજેતરના સેકન્ડરી માર્કેટ રેલીને પગલે રોકાણકારોમાં IPO પ્રત્યે ભારે રસ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને રિટેલ રોકાણકારો ખૂબ સક્રિય બન્યા છે. વધતી લિક્વિડિટી, ઘરેલુ ફન્ડ્સનો જોરદાર ઈન્ફ્લો અને વૈશ્વિક ફન્ડ્સની ભાગીદારી – ત્રણેય પરિબળો મળીને નવી લિસ્ટિંગ્સને સફળતા તરફ ધકેલી રહ્યા છે.

કંપનીઓ, વેન્ચર કેપિટલ ફન્ડ્સ અને પ્રાઈવેટ ઇક્વિટી રોકાણકારો ૨૦૨૫ દરમિયાન તેમની ભાગીદારી ઓફલોડ કરી કુલ રૂ.૧.૧૦ લાખ કરોડ ઊભા કરી ચૂક્યા છે, જે ખરેખર ઊંચા મૂલ્યાંકનોનો લાભ મેળવવાનું પરિણામ છે. IPO માર્કેટમાં વધતી ઝડપને કારણે કંપનીઓને ફાળવાતા મૂલ્યાંકન પણ મજબૂત દેખાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો ૨૦૨૬ માટે નક્કી કરાયેલા રૂ. ૨.૫૦ – ૨.૫૫ લાખ કરોડના IPO ટાર્ગેટ સિદ્ધ થવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, ૨૦૨૫ના IPOમાંથી લગભગ ૬૫% ઓફરિંગ્સે રોકાણકારોને લિસ્ટિંગ ગેઇન આપ્યા છે, જે પ્રાયમરી માર્કેટમાં વધતી વિશ્વસનીયતા અને આકર્ષણનો પુરાવો આપે છે.

Spread the love

Most Popular