Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightટેરિફના અને નબળી માંગના કારણે મેન્યુફેક્ચરિંગ PMI નવ મહિનાના તળિયે..!!

ટેરિફના અને નબળી માંગના કારણે મેન્યુફેક્ચરિંગ PMI નવ મહિનાના તળિયે..!!

તહેવારો પછીની માંગ નબળી પડતા અને અમેરિકાના ઊંચા ટેરિફને કારણે નિકાસ ઓર્ડરો પર દબાણ વધતા, દેશના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નવેમ્બરમાં ઘટીને ૫૬.૬૦ પર આવી પહોંચી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી નીચો PMI છે. ઓક્ટોબર માસમાં PMI ૫૯.૨૦ હતો. આ આંકડા દર્શાવે છે કે ટેરિફનો પ્રભાવ હવે સ્પષ્ટ થવા લાગ્યો છે. HSBC મેન્યુફેક્ચરિંગ PMI મુજબ નવેમ્બરમાં નિકાસ ઓર્ડરો ૧૩ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા છે.

માર્ચ પછી પહેલી વખત PMI ૫૭ નીચે સરક્યો છે, છતાં ૫૦થી ઉપરનો PMI ક્ષેત્રમાં વિસ્તરણ દર્શાવે છે. રિપોર્ટ અનુસાર, જીએસટીમાં ઘટાડાથી અસ્થાયી રીતે મળેલો માગનો બૂસ્ટ હવે કમજોર પડ્યો છે અને ઊંચા ટેરિફથી ઉભા થયેલ પડકારોને માત્ર જીએસટી કટ પૂરતી નથી. કેટલાક ઉત્પાદનોમાં માગ મજબૂત રહી, જ્યારે કેટલીક કેટેગરીમાં સ્પષ્ટ નબળાઈ જોવા મળી. બિઝનેસ કોન્ફિડન્સ પણ નોંધપાત્ર ઘટીને સાડા ત્રણ વર્ષના તળિયે આવ્યો છે.

ભરતીની મંદ ગતિ સાથે નવેમ્બર માસમાં હાયરિંગ ૨૧ મહિનાની નીચી સપાટીએ હતી. તેમ છતાં માલસામાનની કિંમતોમાં નરમાઈ જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર ૮.૨%, દોઢ વર્ષની ટોચે રહ્યો છે અને પ્રથમ છ મહિનાના મજબૂત પરફોર્મન્સને આધારે વર્ષ માટે ૭% વૃદ્ધિદરની ધારણા વ્યક્ત થઇ છે.

Spread the love

Most Popular