Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightભારતીય કરન્સી ઇતિહાસના સૌથી નીચલા સ્તરે...!!

ભારતીય કરન્સી ઇતિહાસના સૌથી નીચલા સ્તરે…!!

ભારતીય ચલણ બજારમાં આજે સવારે ભારે ઉથલપાથલ જોવા મળી હતી, કારણકે અમેરિકન ડોલર સામે રૂપિયા પહેલીવાર રૂ.૯૦ના સ્તરને પાર કરી ગયો છે. બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં દબાણ સ્પષ્ટ દેખાયું હતું અને સતત વેચવાલી વચ્ચે તે ઇતિહાસના સૌથી નબળા સ્તરે પહોંચ્યો. અગાઉના બંધ ૮૯.૮૭ પ્રતિ ડોલર સામે રૂપિયા ૮૯.૯૭ પર ખુલ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં ધબડીને રૂ.૯૦.૧૪ પ્રતિ ડોલરના ઑલ-ટાઈમ નીચલા સ્તર પર આવી ગયો. રૂપિયામાં આવેલા આ રેકોર્ડ ઘટાડાનો મુખ્ય કારણ અમેરિકન ડોલરની સતત મજબૂતાઈ, વૈશ્વિક અનિશ્ચિતતા અને ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોની તરફથી ચાલતા નાણાંના આઉટફ્લો છે.

ડોલર ઇન્ડેક્સમાં તેજી સાથે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલરની પસંદગી કરી રહ્યા છે, જ્યારે FII વેચવાલીથી ડોલરની માંગ વધતા રૂપિયા પર વધુ દબાણ સર્જાયું છે. વૈશ્વિક આર્થિક નીતિઓમાં અનિશ્ચિતતા અને વ્યાજદરો અંગેની અટકળો પણ આ પરિસ્થિતિને વેગ આપી રહી છે. ડોલર રૂ.૯૦ને પાર જતા ભારતીય અર્થતંત્ર પર તેની ત્વરિત અસર દેખાવાની શક્યતા છે. આયાતી વસ્તુઓ – ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ, ઇલેક્ટ્રોનિક્સ તથા મશીનરી મોંઘી પડી શકે છે. વિદેશમાં ભણવા કે ફરવા જનારાઓ માટે ખર્ચ વધશે, જ્યારે ફોરેક્સ એક્સપોઝર ધરાવતી કંપનીઓનું જોખમ પણ વધશે.

સામાન્ય રીતે રૂપિયા પર દબાણ વધે ત્યારે રિઝર્વ બેન્ક ડોલર વેચીને સ્થિતિ સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે ૯૦/$નું સ્તર તૂટવું દર્શાવે છે કે બજારની ખરીદી એટલી જુસ્સાથી વધી છે કે ભારતીય રિઝર્વ બેંકની દખલગીરીનું પ્રભાવ મર્યાદિત રહી ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો રૂપિયા માટે આવતા દિવસો વધુ પડકારજનક બની શકે છે. બજારની નજર હવે ભારતીય રિઝર્વ બેંકના આગામી નિર્ણય અને આંતરરાષ્ટ્રીય ડોલર વલણ પર ટકી છે.

Spread the love

Most Popular