Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightરૂપિયો ઐતિહાસિક તળિયે : ડોલર સામે પહેલીવાર ૯૦ની સપાટી નજીક...!!

રૂપિયો ઐતિહાસિક તળિયે : ડોલર સામે પહેલીવાર ૯૦ની સપાટી નજીક…!!

ભારતીય રૂપિયો ડોલર સામે ઐતિહાસિક રીતે નબળો પડતાં કરન્સી બજારમાં ચિંતા વધી છે. અમેરિકામાં ટ્રેડ ડીલમાં વિલંબ, વેપાર ખાધનો વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવા નકારાત્મક પરિબળોને કારણે ગુરુવારે રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. કામકાજના અંતે તે ૮૯.૪૨ પર બંધ રહ્યો હતો. ડોલર આજે રૂ.૭૧ પૈસા મજબૂત બનતાં રૂપિયામાં ૦.૭૯% જેટલો કડાકો જોવાયો હતો. શેરબજારમાં આવેલા ભારે તૂટાણથી રૂપિયા પર વધારાનું દબાણ ઉભું થયું હતું. બજારના જાણકારોના જણાવ્યા મુજબ, રૂપીયાને ટેકો આપવા રિઝર્વ બેન્કની હસ્તક્ષેપ પ્રવૃત્તિ અપેક્ષા કરતાં નબળી રહી.

દિવસ દરમિયાન ડોલર રૂ.૮૮.૬૦ નીચેથી ઉછળીને સીધો ૮૯.૪૯ના રેકોર્ડ સ્તર સુધી ગયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં તૂટણ હોવાથી દિવસની શરૂઆતમાં રૂપિયો થોડો મજબૂત દેખાયો હતો, પરંતુ બપોર પછી શેરબજારની કમજોરી અને સેન્ટિમેન્ટ ખરડાતા રૂપિયા ઝડપથી ગબડતો ગયો. ઉપરાંત, ઈરાનના ક્રૂડ ઓઈલ સંબંધિત વ્યવહારો પર અમેરિકાએ ભારતની કેટલીક કંપનીઓ સામે પ્રતિબંધો લાદ્યાની ચર્ચાએ પણ કરન્સી માર્કેટમાં અનિશ્ચિતતા વધારી હતી. સપ્ટેમ્બર મહિનામાં જોવા મળેલા ૮૮.૮૦ના તળીયાની સરખામણીએ હવે રૂપિયો વધુ નબળો પડતાં આયાત ખર્ચ વધી જશે એવી આશંકા ઉભી થઈ છે.

ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ગોલ્ડ જેવી આયાતી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે, જેનાથી મોંઘવારી વકરવાની ચિંતા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. વેપાર ખાધમાં વધારો, નિકાસમાં ઘટાડો, સોનાની આયાતમાં વૃદ્ધિ અને અમેરિકા-ભારત ટ્રેડ કરારમાં વિલંબ – આ બધાએ રૂપિયાને વધુ નબળો બનાવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં વ્યાજદર ઘટાડાની શક્યતા ઘટતાં ડોલર મજબૂત બન્યો છે. જાણકારો મુજબ, જો હાલની પરિસ્થિતિ જળવાઈ રહે તો ડોલર સામે રૂપિયો ૯૦ સુધી પહોંચી શકે છે. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ૧૦૦.૧૯ સુધી ઉછળ્યો હતો.

Spread the love

Most Popular